- જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.
- જીલ્લા કલેકટર નેહાકુમારીએ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી.
- મહિસાગરમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીસ, હોમગાર્ડ,GRDઅને અન્ય સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બન્યાં.
મહીસાગર, આગામી 7મી મેના રોજ મહીસાગર જીલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થવાનું છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જીલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે. આ અધિકારીઓ/કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી વી લટા તેમજ પોલીસ,હોમગાર્ડ,લમિ અને અન્ય સ્ટાફે મતદાન કર્યું હતુ અને જીલ્લા કલેકટર નેહાકુમારીએ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી.
18-પંચમહાલમાં સમાવિષ્ટ 122-લુણાવાડા વિધાનસભાના મતવિસ્તારમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે ડો. આંબેડકર ભવન,સોનેલા ખાતે મતદામ મથક ઉભું કરવામાં આવ્યું છે. 18-પંચમહાલમાં સમાવિષ્ટ 122-લુણાવાડા વિધાનસભાના મતવિસ્તારમાં કુલ 2813 જેટલા પોલીસ, હોમગાર્ડ, લમિ અને અન્ય સ્ટાફે નોંધાયા છે. જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે અને લુણાવાડા વિધાનસભા સિવાયમાં જીલ્લા વિકાસ અધિકારીએ અને પોલીસ અધિક્ષકએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે, મહીસાગર જીલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો 7મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો.