દાહોદ જીલ્લા લોકસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવારે 12.10 લાખને કોંગ્રેસ દ્વારા 8.85 લાખનો પ્રચાર અર્થે કરાયો

દાહોદ, દાહોદ જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂં કરી દેવામાં આવ્યો છે. ત્યારે ફોર્મ ભર્યા બાદથી સભા, રેલી સહિતના કાર્યો માટે ઉમેદવારો દ્વારા નાણાંનો વપરાશ દાહોદ જીલ્લામાં ભાજપ ઉમેદવારે 12.10 લાખ તો કોંગ્રેસ દ્વારા 8.85 લાખનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી-2024 માટે 09 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચુંટણીમાં ફોર્મ ભર્યા બાદથી ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારો મતદારોને પોતાના અંકે કરવા માટે મેદાને પડીને મથી રહ્યાં છે. જેમાં સભા, રેલી સહિતનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પાછળ ઉમેદવારોને ખર્ચ પણ થઈ રહ્યો છે. ત્યારે આ ઉમેદવારોના તેઓની ચુંટણી ખર્ચ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દાહોદ જીલલામાં છેલ્લે 29 એપ્રિલ સુધીના ખર્ચ માટે ચુંટણી ખર્ચ રજીસ્ટર તપાસવામાં આવ્યાં હતાં. ત્યારે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર દ્વારા ફોર્મ ભર્યા બાદથી 29 એપ્રિલ સુધી 12,10,643 રૂપીયાનો ખર્ચ કર્યો છે. તેવીજ રીતે કોંગ્રેસના ઉમેદવાર ર્ડા. પ્રભાબેન તાવિયાડે પણ 8,85,420 રૂપિયા ખર્ચી નાંખ્યા છે. આ સિવાયના અન્ય સાત ઉમેદવારોની વાત કરાય તો ભારતીય નેશનલ જનતાદળના જગદીશ મણીલાલ મેડાએ 1,09,900 રૂપીયાનો ખર્ચ કર્યો છે. જ્યારે સાથ સહકાર વિકાસ પાર્ટીના ઉમેદવાર નવલસિંહ મુળાભાઈ માવીએ 56,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બહુજન અપક્ષ ઉમેદવાર મણીલાલ હીરાભાઈ બારીયાએ 13,000 જ્યારે સમાજ પાર્ટીના ધુળાભાઈ દીતાભાઈ ભાભોર 12,500, અપક્ષણ ઉમેદવાર મનાભાઈ ભાવસિંહભાઈ ડામોરે 1,20,500, અપક્ષ વેસ્તાભાઈ જોખનાભાઈ ડામોરે 12,500 તેજ અપક્ષણ દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ મેડાએ પણ 12,500નો ખર્ચ કર્યો છે.