પંચમહાલમાં ગરમીનો પારો આસમાને જતા જીલ્લાવાસીઓ ત્રાહિમામ

ગોધરા,પંચમહાલ જીલ્લામા ગરમીના પારો વધવાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાથી જાણે અગનગોળા વરસી રહ્યા હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. તંત્ર દ્વારા પણ ગરમીમાં કામ સિવાય બહાર નહી નીકળવાના સુચનો આપવામા આવ્યા છે. અને ગરમીથી બચવા માટે શહેરીજનો શેરડી રસ સહીતના ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે.

પંચમહાલ જીલ્લામા ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. હાલમા લગ્નગાળાની સીઝન પણ ચાલી રહી છે. બીજી તરફ ગરમીના કારણે તંત્ર દ્વારા લોકોને સુચનો કરવામા આવ્યા છે. ઘરમાંથી કામ વગર બહાર ન નીકળવાના સુચનો પણ કરવામા આવ્યા છે. હાલમા ઠંડા પીણા, શેરડી રસ, કેરી રસનો આસરો નગરજનો લઈ રહ્યા છે. ગરમીમા કારણે બપોરના સમયે પણ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને ગરમીના કારણે લુ લાગવાના કેસો પણ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ વધી રહેલી ગરમીને પગલે શહેરના માર્ગો ઉપર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના નગરજનો ગરમીમાં સુરક્ષિત રહી શકાય તે માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે અને વધી રહેલી ગરમીની અસર અબોલ પશુ પક્ષી ઉપર વર્તાઇ રહી છે. ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમજીવીઓની હાલત કાળઝાળ ગરમીમાં કફોડી બની જવા પામી છે. મુખ્ય માર્ગો ઉપર ગરમીની અસર જોવા મળતી હોય તે પ્રકારે વાહનોની અવરજવરને પણ બપોરના સમયે બ્રેક લાગી ગઇ હોય તેમ ટ્રાફિક જોવા મળતો નથી. ડોક્ટરો પણ ગરમીના દિવસોમાં પણ સુરક્ષિત રહેવા માટે વધુ પાણી પીવાની સલાહ આપી રહ્યા છે.