
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીમાં આતંકવાદી કામરાન માર્યો ગયો
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનનો એક આતંકી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કામરાન ભાઈ ઉર્ફે હાનિસ તરીકે થઈ છે, જે કુલગામ-શોપિયન વિસ્તારમાં ખૂબ જ સક્રિય હતો. મળતી માહિતી મુજબ, એક્ધાઉન્ટર શોપિયનના કપરીન વિસ્તારમાં શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીમાં જૈશ આતંકવાદી માર્યો ગયો. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે કારણ કે અન્ય આતંકવાદીઓની હાજરીની આશંકા છે.
અગાઉ ૯ નવેમ્બરે જમ્મુમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી મોટી માત્રામાં શો અને દારૂગોળો મળી આવ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જમ્મુના નરવાલ વિસ્તારમાં એક ઓઈલ ટેક્ટર માંથી ત્રણ એકે રાઈફલ, એક પિસ્તોલ અને છ ગ્રેનેડ સહિત હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. તેમણે કહ્યું કે મોડ્યુલને એક પાકિસ્તાની માસ્ટર દ્વારા સરહદ પારથી કાશ્મીરમાં મોકલવામાં આવેલા હથિયારો વહન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ગુરુવારે કુપવાડા જિલ્લામાં આતંકવાદને ધિરાણ અને ભરતી મોડ્યુલનો પર્દાફાશ કરીને ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુપવાડા પોલીસે ૨૧ રાષ્ટ્રીય રાઈફલ્સ અને આર્મીની ૪૭ રાષ્ટ્રીય રાઈફલ્સની મદદથી ઉત્તર કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી ભંડોળ અને ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, એમ કુપવાડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) યુગલ મનહાસે જણાવ્યું હતું. જિલ્લાના ચિરકોટ વિસ્તારના રહેવાસી બિલાલ અહેમદ ડાર વિશે ઘણી માહિતી મળ્યા પછી, સેના અને પોલીસે તેને પકડવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને તેની ધરપકડ કરી.
બિલાલ અહેમદ ડારે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે, ઉત્તર કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી પાંચ અન્ય લોકો સાથે, ‘ઇસ્લાહી ફલાહી રિલીફ ટ્રસ્ટ’ નામની નકલી બિન-સરકારી સંસ્થાની આડમાં ટેરર ??ફંડિંગ ગેંગમાં સામેલ હતો. જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આથક સહાય આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. મનહાસે કહ્યું, “બિલાલ અહેમદ ડાર આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્રિય રીતે સામેલ હતો અને વિવિધ ગામોમાં ગુપ્ત બેઠકો યોજીને ભરતીમાં મદદ કરતો હતો. ડારના ખુલાસા બાદ આ સંબંધમાં અન્ય પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.