કોંગ્રેસ અને એન.સી.પી.નું ફરી એકવાર ગઠબંધન જાહેર થતાં દે.બારીયા સીટના સમીકરણો બદલાશે…?

દે.બારીયા,
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા ખજુરાના કીંગ હતા. કેશુબાપાની સરકારમાં ભંગાણ પાડી ખેલ પાડયો હતો. શંકરસિંહ વાધેલા હજુ વિધીવત રીતે કોંગે્રસ પાર્ટીમાં જોડાયા નથી. પરંતુ કોંગે્રસ અને એન.સી.પી.માં ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે. ઉમરેઠ બેઠક ઉપર થી એન.સી.પી. ગઠબંધનમાં સામેલ છે. તો માની શકાય કે શંકરસિંહ વાધેલા શહેરા લડી શકે છે. તો દે. બારીયા રાજવી કુટુંબ સાથે સારા સંધંબ ધરાવતા હોવાથી શંકરસિંહ વાધેલા બાપુ લોબી ઉભી કરીને રાજવી કુટુંબના તુષારસિંહ બાબાને લાવીને દે.બારીયા સીટના સમીકરણો બદલી શકે છે. કેમ કે અગાઉ તુષારસિંહ બાબા એન.સી.પી. સીમ્બોલ ઉપર દે.બારીયાની સીટ જીતમાં હતા. તો શું ? ભાજપ માંથી ટીકીટ મળી નથી તો એન.સી.પી.ના સીમ્બોલ ઉપર દે.બારીયા તે તો આવનારો સમય બતાવશે. શંકરસિંહના પુત્ર મહેન્દ્ર વાધેલા બાયડ બેઠક ઉપર થી કોંગ્રેસ પક્ષ તરફ થી લડવાના છે. અત્રે ઉલ્લેખનિય છે કે , કોંગ્રેસ પક્ષે પોતાનો ઉમેદવાર હજુ સુધી ધોષીત કર્યો નથી.