ભારત માટે મોટી સફળતા,ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલ એન્ટી સબમરીન મિસાઈલનું સફળ પરીક્ષણ

બાલાસોર, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના સંદર્ભમાં ભારતે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. વાસ્તવમાં, ભારતીય નૌસેનાએ એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળે બુધવારે ઓડિશાના બાલાસોરના દરિયા કિનારે સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડો મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. સુપરસોનિક મિસાઈલ સિસ્ટમે બુધવારે સવારે લગભગ ૮.૩૦ વાગ્યે ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ઉડાન ભરી હતી. તે નેક્સ્ટ જનરેશન મિસાઇલ સિસ્ટમ છે, જે લાઇટવેઇટ ટોપડો ડિલિવરી સિસ્ટમ પર આધારિત છે. તેને ડીઆરડીઓ દ્વારા જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે.

સબમરીન વિરોધી યુદ્ધમાં આ મિસાઈલ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મિસાઈલ લાંબા અંતરના લક્ષ્યાંકોને મારવામાં સક્ષમ છે. જીસ્છઇ્ મિસાઈલને યુદ્ધ જહાજો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ તેની મોટાભાગની ઉડાન ઓછી ઉંચાઈ પર હવામાં પૂરી કરે છે અને તેના લક્ષ્યની નજીક આવ્યા બાદ મિસાઈલમાંથી ટોપડો છોડીને પાણીની અંદરના લક્ષ્યને મારવામાં સક્ષમ છે. આ કેનિસ્ટર-આધારિત મિસાઈલ સિસ્ટમમાં ઘણી આધુનિક પેટા-સિસ્ટમ છે, જેમાં બે-સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ પેલોડ તરીકે હળવા વજનના ટોપડો સાથે ઉડે છે, જેમાં પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમ છે. આજના પરીક્ષણમાં મિસાઇલ સિસ્ટમ અને અન્ય તકનીકી પાસાઓથી ટોપડોને અલગ કરવાની તપાસ કરવામાં આવી હતી.

ટોપડો એ સિગાર આકારનું હથિયાર છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ અથવા ફાઇટર એરક્રાટમાંથી ફાયર કરી શકાય છે. આ ટોપડો તેના લક્ષ્યના સંપર્કમાં આવતાની સાથે જ ધડાકા સાથે વિસ્ફોટ કરે છે. આ મિસાઈલ સિસ્ટમને નેવીમાં સામેલ કર્યા બાદ નૌકાદળની દરિયાઈ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને સ્માર્ટ મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે આનાથી નેવીની ક્ષમતામાં વધારો થશે.