અમદાવાદ, અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ આત્મહત્યા કરી છે. યુવકે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આરોપીઓ ૭ અને ૧૦ ટકાના વ્યાજે ઉઘરાણી કરતા હતા.૨૦૦૧માં લીધેલા ૧૦ હજારની સામે જમીન વેચી ૮૦ હજાર ચૂકવ્યા હતા. છતા પણ વ્યાજખોરો વધુ ૫ લાખની માગણી કરતા હતા.પોલીસે ૩ વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યાજખોર બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.