અમદાવાદ, સતત વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે…રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે….જે મુજબ કચ્છ, દીવ, પોરબંદર, ભાવનગર અને વલસાડમાં હીટવેવની શક્યતા છે…૪૨ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યારે અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું…
લૂથી બચવા -ઉનાળામાં લાગતી લૂથી બચવા માટે તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ. વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે, જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. આ સાથે વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વો પહેરવા જોઇએ.