ગોધરા,
પંચમહાલ અને મહિસાગર જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગના ચાર કામદારોને સરકારના પરિપત્ર આધારિત નિવૃત્તિ બાદ ચુકવવા પાત્ર પેન્શન ફેમિલી પેન્શન રજાઓ ગ્રેજ્યુટી અને અન્ય લાભો ચૂકવવા નો નામદાર ગુજરાત હાઇકોર્ટ નો આખરી આદેશ.
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ પંચાયત વિભાગના તાંબા હેઠળ તા. 21/11/72 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા ધીરાભાઈ ભુરાભાઈ પગી નાકાઈ ઇજનેર મકાન અને માર્ગ પંચાયત સંતરામપુર કચેરીમાં તારીખ 21/7/76 થી થી રોજમદાર તરીકે ફરજ બજાવતા અમરાભાઇ વેચાત ખાટ તારીખ 21/7/76 ફરજ બજાવતા મેઘાભાઈ લાલાભાઇ માલ તેમજ નાકાઈ માર્ગ અને મકાન પંચાયત ની કચેરી લુણાવાડા માં તારીખ 21/3/73 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ સરદારભાઈ ડામોર વિગેરે ને તેમની નોકરીના અરસા દરમિયાન સરકારના નિયત કરેલ 17/10/88 પરિપત્ર લાભો આપવામાં આવતા હતા આ તમામ અરજદારોને તેમની નોકરી દરમિયાન 60 વર્ષની ઉંમર પૂર્ણ થતા મુજબ વય મર્યાદા પૂર્ણ થતા તેઓને નોકરીમાંથી નિવૃત કરેલ નિવૃત્તિ સમય અરજદારોને કોઈપણ પ્રકારના હક્કો જેવા કે ગ્રેજ્યુટી પેન્શન રજાઓ તેમજ મળવા પાત્ર અન્ય ભથ્થાઓ ચૂકવેલ ન હતા. આ અરસા દરમિયાન ધીરાભાઈ પગી અમરાભાઇ ખાટ મેઘાભાઇ માલ વિગેરેના અવસાન થયેલ જેને લઇ ગુજરનારના વારસ પતની શાંતાબેન પગી સવિતાબેન ખાટ તથા કનકીબેન માલ સહિતના તમામ કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્કસાધી એમને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશનને આ વિભાગના લાગતા વળતા સરકારી અધિકારીઓ ને હયાત કામદાર તથા ગુજરનાર કામદારોના વારસોને સરકારના નિયત કરેલ નિયમ મુજબ રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી પૂરેપૂરી ગ્રેજ્યુટી રજાઓ અન્ય લાભો ભથ્થાઓ તેમજ પેન્શનના લાભો આપવા બાબતે સરકાર ને નોટિસ પાઠવે પરંતુ લાંબા સમય સુધી આવા કોઈ લાભો આપવા બાબતે સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં ન આવતા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ દાખલ કરી તેમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યો આ તમામ દસ્તાવેજો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 28/9/22 ના રોજ ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ ે કામદાર લક્ષ્મણ ડામોર ને નિવૃત્તિ ની તારીખથી રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી પેન્શન પેન્શન તફાવત તેમજ ગુજરનારના વારસ પત્નીઓને રોજમદારોના અવસાન ની તારીખ સુધી સળંગ પેન્શન ગણી તેનો તફાવત ત્યારબાદ ફેમિલી પેન્શન સહિતના તમામ લાભો આપવા નો આખરી આદેશ ફરમાવેલ છે. જે આદેશ થકી ગુજરનારના પરિવારમાં આ લાભો મળવાથી આનંદ અને ઉલ્લાસ છવાયો છે.