બળવંત ખોડ દ્વારા નગરના ગરીબ ભૂલકાઓને ચોકલેટની વહેંચણી કરવામાં આવી. દાહોદ, દાહોદ જિલ્લા બજરંગ દળ સંયોજક બળવંત ખોડ દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે લીમડી નગરના સેવા વસ્તીના નાના-નાના ભૂલકાઓ સાથે સમય વ્યતીત કર્યો હતો. તેમણે પોતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ભૂલકાઓને ચોકલેટની ગિફ્ટ આપી હતી. ત્યાર બાદ નાના નાના ભૂલકાઓને તેમણે સનાતન હિન્દુ ધર્મ વિશે સમજણ આપી, તેમજ નાના ભૂલકાઓને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તે સમજાવ્યું અને જીવનમાં દારૂ, જુગાર જેવી નશાકારક વસ્તુઓથી જીવનને થતાં નુકશાન અંગે સમજ આપી હતી . તેમનો આશય બાળકોમાં ધર્મ, સંકૃતિ વિશે સમરસતાનો ભાવ જગાડવાનો તેમજ જીવનમાં અન્ય યુવાનો પણ પોતાના જન્મ દિવસ નિમિત્તે ધર્મ સંસ્કૃતિ વિશે લોકોમાં સમજ આપે તેવો તેમનો ભાવ હતો.