હાલોલના છાનતલાવડી રોડ ઉપર કોહિવાવના યુવકની બાઈક પશુ સાથે અથડાતા ધટના સ્થળે મોત થતા મૃતદેહ પી.એમ.અર્થે ખસેડયો

  • અકસ્માત સમયે સગીર પ્રેમીકા હોય તેને સામાન્ય ઈજાઓ.

હાલોલ,હાલોલના કોહીવાવ ગામના યુવકના બાઈકને છાનતલાવડી રોડ ઉપર પશુ સાથે અથડાઇ જતાં યુવકનુંં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે સગીર પ્રેમીકાને ઇજાઓ થતાં સારવાર અર્થે હાલોલ રેફરલમાંં ખસેડવામાં આવી હતી. યુવકના મોતના પગલે પરિવારજનો દ્વારા પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હાલોલ રેફરલમાં પી.એમ. અર્થે લવાયો હતો.

હાલોલ તાલુકાના શિવરાજપુરના કોહીવાવ ગામે રહેતા વિલેશ રાજેન્દ્રભાઇ નાયકને ગામ નજીકના ગામની સગીર યુવતિ સાથે પ્રેમ સંબંધ હોય અને 20 દિવસ પહેલા યુવક આ યુવતિને કયાંક ચાલ્યા ગયા હતા અને એક સપ્તાહ બાદ ધરે આવ્યા હતા. ત્યારે યુવતિના પરિવારજનો ધરે ગયા હતા અને સમાજના આગેવાનોની દરમિયાનગીરી થી યુવતિને લઈ તેમના ધરે ગયા હતા અને ગઈકાલે સાંજે વિલેશ બાઈક લઈને ધરેથી નિકળ્યો હતો અને વિલેશની બાઈકને છાનતલાવડી રોડ ઉપર રાત્રીના અંંધારામાં પશુ સાથે અથડાઈ થતા વિલેશને માથા અને મોઢાના ભાગે ગંંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. બાઈકને અકસ્માત થયો ત્યારે બાઈક ઉપર સગીર પ્રેમીકા પણ સાથે હોય તેને ઈજાઓ પહોંંચતા સારવાર માટે હાલોલ રેફરલમાં ખસેડાઇ હતી. જ્યારે વિલેશનું અકસ્માતમાં મોત થયાની પરિવારજનોને જાણ થતાં પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવતાંં મૃતક વિલેશના મૃતદેહને પી.એમ.અર્થે હાલોલ રેફરલમાં ખસેડવામાંં આવ્યો.