કાલોલ,કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલ સહયોગ હોટલની સામે ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર આઇસર ગાડીનું આગળ ખાલી સાઈડનું ટાયર ફાટતા આઇસર ગાડી રોડના મધ્યમમાં પલટી મારી હતી. જેથી એક તરફનો રોડ બંધ થયો હતો અને ડ્રાયવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી ડ્રાયવરનું સારવાર દરમિયાન મોત નિજપ્યું હતું. આઇસર ડ્રાયવર રમેશચંદ્ર ગૌરીશકર સરપોટા પોતાના કબ્જાનું આઇસર ગાડી જેનો રજીસ્ટ્રેશન નં. RJ-25-GA-7065 પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતાં હોય ત્યારે તે આઇસરનું આગળના ખાલી સાઈડનું ટાયર ફાટતાં આઇસર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આઇસર ડિવાઈડર કુદાવી સામેના ભાગની લેન ઉપર થી પ્રસાર થતી ટ્રાવેલ્સ MP-44-ZC-9294“ જોરદાર ટક્કર મારી પોતાના કબ્જાના આઇસરનો સ્ટેરિંગનો કાબુ ગુમાવી પાછું આઇસર પોતાની લેન ઉપર લાવી આઇસર પલ્ટી મારી જતા આઇસર માં બેઠેલ એક બીજા વ્યક્તિને તથા સામેની લેન ઉપર થી પ્રસાર થતી ટ્રાવેલ્સના ડ્રાયવર તથા તે ટ્રાવેલ્સમાં બેસેલા બીજા ત્રણ પેસેન્જરોને પણ સામાન્ય ઇજાઓ કરી હતી. ત્યારે આઇસરના ડ્રાયવરને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આખો એક સાઈડનો રોડ કલાકો સુધી બ્લોક થયો હતો અને વેજલપુર પોલીસ ઘટણા સ્થળે દોડી આવી હતી અને વેજલપુર પોલીસે મોટર વ્હીલ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.