ગોધરા પાલિકાના તીરગરવાસ અને સિંદુરી માતા મંદિર વિસ્તારમાં કેનાલમાં ગંદકીની રજુઆત સાથે સાફ સફાઇ કરતા સ્થાનિકોમાં આનંદ

ગોધરા,ગોધરા પાલિકાના વોર્ડ નં.1 વિસ્તાર સિંદુરી માતા મંદિર પાસેથી પસાર થતી કેનાલમાં ભારે કચરાના ઢગના કારણે ગંદકીનુંં સામ્રાજ્ય જેને લઈ સ્થાનિક રહિશો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે કેનાલની સફાઈ કરવા માટે વોર્ડ સભ્ય દ્વારા પાલિકાને રજુઆત કરાઈ હતી.

ગોધરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં.1ના સિંદુરી માતા મંદિર અને તીરગરવાસ વિસ્તાર માંથી પસાર થતી કેનાલમાં ચારે તરફ કચરાના ઢગલાને લઈ ભારે ગંદકીનુંં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેનાલમાં ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ વધવાને લઈ મચ્છરજનન્ય રોગથી લોકો બિમાર થઈ રહ્યા છે. તેવી વોર્ડ નં.1ના સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઇ પરમારએ પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને મૌખિક રજુઆત કરવામાંં આવી હતી. રજુઆતને પગલે નગર પાલિકા દ્વારા સિંદુરી માતા મંદિર થી તિરગરવાસ વિસ્તાર માંંથી પસાર થતી કેનાલ માંંથીસ જેસીબી મશીન દ્વારા કચરા અને ગંંદકી હટાવી લેવામાં આવતાં સ્થાનિક રહિશોમાં આનંદ જોવા મળ્યો છે.