ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓના તે મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું

મહિસાગર, લોકસભા ચૂંટણી-2024નો ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ એટલે કે તા.05/05/2024 ના સાંજના 06.00 કલાકથી જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓ/રાજકીય પદાદિકારીઓ/પક્ષના કાર્યકરો/સરધસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓને મતદાર બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓ ચૂંટણી પ્રચારના અંત આવતા જે તે મતવિભાગમાં રહી શકશે નહીં અને તાત્કાલિક જે તે મતવિભાગ છોડવાનો રહેશે.

અલબત્ત, જે તે સંસદીય/વિધાનસભા મત વિભાગમાંથી ચૂંટાયેલા સંસદ સભ્ય/વિધાનસભા ના સભ્યને તેઓ જે તે મતવિભાગના મતદાર હોય કે ન હોય તો પણ તેઓ મતવિભાગમાં રહી શકશે પરંતુ તેઓ ઉપર મુજબ ચુંટણી પ્રચારનો અંત આવ્યા પછી જે તે મત વિભાગમાં પ્રચાર કરી શક્શે નહી. વધુમાં ઉક્ત 48 ક્લાક દરમ્યાન સંસદ સભ્ય/ધારાસભ્ય જે સંસદીય વિધાનસભા મતવિભાગમાંથી ચુંટાયેલા હોય તે મત વિભાગમાં જ રોકાશે તથા અન્ય મત વિભાગની મુલાકાત લેશે નહીં.

માંદગીના કારણોસર તબીબી સારવાર અર્થે, મતદાર વિભાગમાં હાજર રહેનાર કોઈ ઈસમોને જરૂરી આધાર પુરાવા હોય તો ઉકત ઈસમોને પ્રતિબંધ લાગુ પડશે નહી. કોઈ વ્યક્તિના મૃત્યુના પ્રસંગોમાં હાજરી આપનાર ઈસમોને આ પ્રતિબંધ લાગુ પડશે નહી.પરંતુ તેવા ઈસમો તેમની ઉપસ્થિતિ દરમ્યાન ચૂંટણીને લગતા કોઈપણ પ્રચાર કાર્યમાં ભાગ લઈ શકશે નહીં.