મતદાન/મતગણતરીના દિવસે દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા, વહેંચવા કે પીરસવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું

મહિસાગર,સમગ્ર મહીસાગર જીલ્લા વિસ્તારમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાનો સમયગાળો એટલે કે, તા.05/05/2024 ના સાંજના 06:00 કલાકે થી તા.07/05/2024 ના સાંજના 06:00 કલાક સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.04/06/2024નો દિવસ(આખો દિવસ) આ દિવસોએ દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા/ વહેંચવા પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.

આ ઉપરાંત જે હોટલો, રેસ્ટોરન્ટ કે કલ્બો વિગેરે કે જેને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તો પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા / વહેંચવા / પીરસવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.