મહિસાગર, મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્રારા જીલ્લામાં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 ના સમગ્ર વિસ્તારમાં મતદાનના દિવસે તા.07/05/2024 ના રોજ મતદાન મથકની 200 મીટરની અંદર કોઈ ટેબલ, ખુરશીઓ, મંડપ, તાડપત્રીના ટુકડાની કે છત્રીની વ્યવસ્થા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચૂંટણીપંચ ધ્વારા અધિકૃત કરેલ અધિકારીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ અથવા તેઓને મદદ કરતી એજન્સીઓ આ હુકમ લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે મહીસાગર જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.