લુણાવાડા, મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના 6 તાલુકાના 11 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 6751 જેટલા લોકોની અટકાયત કરી હતી. તેમજ પ્રોહિ 93 હેઠળ 508 લોકોની અટકાયત કરી હતી. જે મળી કુલ 7269 લોકોની અટકાયત કરાઈ હતી. જયારે 2 શખ્સોને પાસામાં ધકેલી દેવાયા હતા. અને પડીપાર માટે 42 દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ છે. તેમજ જિલ્લામાં 665 હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવાયા હતા. જયારે 57 લોકોને હથિયાર રાખવા માટે મુક્તિ આપી છે. 549 લોકોને બિનજામીન લાયક વોરંટ બજાવ્યા છે. ચુંટણી કામગીરી દરમિયાન અંગ્રેજી અને દેશી દારૂ મળી કુલ 1011 કેસ કર્યા છે. જેમાં રૂ.43,48,441/-નો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની ચાર સરહદીય ચેકપોસ્ટો પરથી 11 કેસ મળી કુલ રૂ.1,06,570/-નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ હાલ જિલ્લાની બોર્ડરો સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી લોકસભાની ચુંટણી સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ.