દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા, લવલીના રાજીનામા બાદ આ પદ ખાલી થયું હતું

નવીદિલ્હી, અરવિંદર સિંહ લવલીના રાજીનામા બાદ મંગળવારે દિલ્હી કોંગ્રેસના નવા પ્રદેશ અયક્ષની પસંદગી કરવામાં આવી છે. હાલમાં દેવેન્દ્ર યાદવને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેવેન્દ્ર યાદવને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દેવેન્દ્ર યાદવ પંજાબમાં કોંગ્રેસના પ્રભારી પણ છે.

થોડા દિવસો પહેલા અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લવલીના રાજીનામા બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાયું હતું. અરવિંદર લવલીએ ઘણા મુદ્દાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. લવલીના રાજીનામા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે દેવેન્દ્ર યાદવને દિલ્હી રાજ્યના પ્રમુખ બનાવવામાં આવશે.