પાટણમાં સિદ્ધપુરનાં શિક્ષકને હાર્ટએટેક આવતા મોત, કોવિશીલ્ડ કારણભૂત?

પાટણ, પાટણમાં સિદ્ધપુરના શિક્ષકને હાર્ટએટેક આવતા તેનું નિધન થયું છે. શિક્ષકનું મતદાનની કાપણીઓનું વિતરમ કરતાં-કરતા મોત થયું છે. મતદાનની કાપણીઓનું વિતરણ કરતી વખતે જ તેમને હાર્ટએટેક આવ્યો હતો.

શિક્ષક પ્રવીણકુમાર તૂરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. તેમને સિવિલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. તાજેતરમાં જ હાર્ટએટેકથી થતાં મોતના કિસ્સામાં વધારો થયો છે ત્યારે હમણા જ વાત બહાર આવી છે કે કોવિશીલ્ડની એક આડઅસર તરીકે હાર્ટએટેકનો હુમલો આવી શકે છે, કોવિશીલ્ડની આડઅસર તરીકે લોહી ગંઠાવવાનું હોવાનું તેને બનાવનારી કંપનીએ યુકેની કોર્ટમાં કબૂલ્યું હતું. આના પગલે હવે ભારતમાં થનારા મોતમાં પણ લોકો હૃદયરોગના હુમલાના લીધે મરી રહ્યા છે ત્યારે આ સંભાવનાને હવે સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવતી નથી. કંપનીએ બ્રિટિશ હાઈકોર્ટમાં કેસ દરમિયાન કોરોના વેક્સીનની આડઅસર સ્વીકારી છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કંપનીએ સ્વીકાર્યું કે વેક્સીનની આડઅસર શક્ય છે. આ સાથે, કંપનીએ આ આડઅસરો સાથે થતા રોગો વિશે પણ વિગતવાર વાત કરી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એસ્ટ્રાઝેનેકા વેક્સીનની આડઅસરોની યાદી આપે છે. આમાં હળવાથી મયમ લક્ષણોનો સમાવેશ થાય છે. છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ વેક્સીન લીધા પછી નોંધાયેલી આડઅસરોમાં ઇન્જેક્શન સાઇટ પર અગવડતા, માંદગી, થાક, તાવ, માથાનો દુખાવો, માંદગીની લાગણી, સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો, સોજો, ઇન્જેક્શન સાઇટ પર લાલાશ, ચક્કર, ઊંઘ, પરસેવો, પેટમાં દુખાવો અને બેહોશીનો સમાવેશ થાય છે. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ આડઅસરો અસ્થાયી છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર વગર ઉકેલાઈ જાય છે.

ફેબ્રુઆરીમાં યુકેની કોર્ટમાં સબમિટ કરેલા દસ્તાવેજોમાં, એસ્ટ્રાઝેનેકા કંપનીએ જણાવ્યું હતું કે તેનો ઉપયોગ થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ નામની દુર્લભ આડઅસરનું કારણ બની શકે છે. કંપનીએ કહ્યું છે કે રસી કેટલાક કિસ્સાઓમાં ્જીનું કારણ બની શકે છે. દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટીટીએસ રસીકરણની ગેરહાજરીમાં પણ થઈ શકે છે. કેમ્બ્રિજ-મુખ્યમથક ધરાવતી બ્રિટિશ-સ્વીડિશ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ અને બાયોટેક્નોલોજી કંપની હવે ક્લાસ-એક્શન મુકદ્દમાનો સામનો કરી રહી છે અને દાવો કરે છે કે તેની રસી અનેક મૃત્યુનું કારણ બની છે.

જેમી સ્કોટ નામની વ્યક્તિએ બ્રિટિશ કોર્ટમાં કોવિશિલ્ડની આડઅસરો અંગે કેસ દાખલ કર્યો છે. જણાવી દઈએ કે આ રસી લીધા પછી જેમી સ્કોટને મગજને નુક્સાન થયું હતું. આ સાથે પરિવારના અન્ય ઘણા સભ્યોએ પણ આ રસી અંગે પોતાની ફરિયાદો નોંધાવી હતી.