ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 EXIT POLL તથા OPINION POLL અંગે જાહેરનામું બહાર પડાયુ

મહિસાગર,
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126(એ)ની પેટા કલમ-1 હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.12/11/2022 (શનિવાર)ના સવારના 8-00 વાગ્યાથી તા.05/12/2022 (સોમવાર)ના સાંજના 5:30 વાગ્યા સુધીનો છે.તથા મતદાન પુરૂ થયા બાદ 48 કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (Opinion Poll) સહીતની કોઈપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-126(1)(બી) હેઠળ પ્રતિબંધ છે, તેવી સ્પષ્ટતા કરતું જાહેરનામું તા.10/11/2022ના રોજ ચૂંટણી આયોગે બહાર પાડ્યુ છે.