સંદેશખાલી પીડિતા રેખા પાત્રા સહિત બંગાળના ૫ નેતાઓને ઝેડ કેટેગરી સુરક્ષા મળી

નવીદિલ્હી, ગૃહ મંત્રાલયે સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને ઠ શ્રેણીની સુરક્ષા આપી છે, જે પશ્ર્ચિમ બંગાળની બસીરહાટ લોક્સભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. રેખા પાત્રાની સાથે ગૃહ મંત્રાલયે બંગાળના વધુ ૫ નેતાઓને પણ સુરક્ષા પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, રેખા પાત્રા સંદેશખાલીના અશાંત વિસ્તારની ગૃહિણી છે. ધરપકડ કરાયેલા ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ દ્વારા ત્રાસનો ભોગ બનેલા પાત્રાને ભાજપે બસીરહાટ લોક્સભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

આઇબી રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે પશ્ર્ચિમ બંગાળના ૬ ઉમેદવારોને સુરક્ષા આપી છે, જેમાં એકસ અને વાય શ્રેણીની સુરક્ષા સામેલ છે. રિપોર્ટ અનુસાર આ નેતાઓની સુરક્ષા માટે સીઆઇએસએફના જવાનો તૈનાત કરવામાં આવશે. જેમાં રેખા પાત્રાને એકસ શ્રેણીની સુરક્ષા મળી છે. ઉપરાંત ઝારગ્રામથી ભાજપના ઉમેદવાર પ્રણત તુદ્ધા, બહેરામપુરના ઉમેદવાર નિર્મલ સાહા, જયનગરના ઉમેદવાર અશોક કંડારી, મથુરાપુરના ઉમેદવાર અશોક પુરકૈત સહિત તમામને ઠ કેટેગરીની સુરક્ષા અને રાયગંજના ઉમેદવાર કાતક પૌલને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મની લોન્ડરિંગ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતા શાહજહાં શેખની મુશ્કેલીઓ વધી રહી છે. વિશેષ પીએમએલએ કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી ૧૩ મે સુધી લંબાવી છે. એજન્સીના અધિકારીઓ પર ટોળાના હુમલાના સંબંધમાં ઇડી દ્વારા ૩૦ માર્ચે શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ ૫ જાન્યુઆરીના રોજ પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં સંદેશખાલીમાં તેના પરિસરમાં સર્ચ કરવા ગઈ હતી. આ ટીમ મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં કાર્યવાહી કરવા પહોંચી હતી. ઈડીએ શેખ પર મત્સ્ય ઉછેરના વ્યવસાય તરીકે ગામલોકોની જમીન હડપ કરીને મેળવેલા ગેરકાયદેસર નાણાંને છુપાવીને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. તાજેતરમાં જ રેખા પાત્રાએ રાષ્ટ્રીય મહિલા આયોગમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર દેવાંશુ ભટ્ટાચાર્ય વિરુદ્ધ તેમની ગોપનીયતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી હતી. પાત્રાએ સંદેશખાલીમાં મહિલાઓની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તમલુક લોક્સભા બેઠકના તૃણમૂલ ઉમેદવાર ભટ્ટાચાર્યએ તેમની અંગત માહિતી અને બેંક ખાતાની વિગતો જાહેર કરી છે. પાત્રાના વકીલે પત્રમાં કહ્યું, ’તાજેતરમાં, ભટ્ટાચાર્યના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા, તમલુકના ટીએમસી ઉમેદવારે મારા ક્લાયન્ટની અંગત વિગતો (જેમ કે ફોન નંબર, બેંક ખાતાની વિગતો, સ્વાસ્થ્ય સાથી યોજનાની વિગતો) સાર્વજનિક કરી. આ મારા ક્લાયન્ટના ગોપનીયતાના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.