ગોધરાના વાવડી ખુર્દના 32 વર્ષિય યુવાન કયાંક ગુમ થઈ જતાં ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે ચારણ ફળિયામાં રહેતા 32 વર્ષિય યુવાન અમદાવાદ ખાતે કંપનીમાં ડ્રાઈવિંગ કરવા જાઉં છુ અને કંપનીમાં માલસામાન મોરબી પહોંચાડવા 14 એપ્રિલના રોજ નીકળીને ધરેથી કયાંક ચાલી જઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે ચારણ ફળિયામાં રહેતા કનુભાઈ વાલાભાઈ ચારણ (ઉ.વ.32)તા.14 એપ્રિલના રોજ ધરેથી અમદાવાદ ખાતે ડોકટરની કંપનીમાં ડ્રાઈવિંગ કરવા જાઉં છુ અને કંપનીનો માલ-સામાન મોરબી પહોંચાડવાનો હોય અને દસ દિવસ પછી ધરે આવવાનુ કહી નીકળ્યા બાદ કયાંક ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે.