જેકલીને મોજ-મસ્તીમાં ખર્ચ્યા ૭.૧૪ કરોડ’  કોર્ટમાં ચર્ચા, જામીન પર આવતીકાલે નિર્ણય

ઈડીના વકીલે ઊલટતપાસ દરમિયાન કહ્યું કે અમે અમારી આખી જિંદગીમાં ૫૦ લાખ રૂપિયા એક્સાથે જોયા નથી

મુંબઇ,

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની જામીન અરજી પર સુનાવણી કરી, જે ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને જેકલીન બંનેને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે કોર્ટ આવતીકાલે જેકલીનના જામીન પર ચુકાદો સંભળાવી શકે છે. ઈડ્ઢએ કોર્ટમાં જેકલીનના જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. અગાઉ કોર્ટે આ કેસમાં જેકલીનને વચગાળાના જામીન આપ્યા હતા.

જેકલીન ફર્નાન્ડીઝના વકીલે તેના વતી દલીલ કરતા કોર્ટમાં કહ્યું હતું કે, “હું મારા કામના સંબંધમાં વિદેશ જતી રહું છું, પરંતુ તેમ છતાં મને વિદેશ જવાથી અટકાવવામાં આવી હતીપ હું ગયા વર્ષે જાન્યુઆરીમાં મારી માતાને મળવા જઈ રહી હતી, પરંતુ મને જવા દેવામાં આવી ન હતી. મેં આ માટે તપાસ એજન્સીને ઈમેલ કર્યો હતો, પરંતુ તેનો પણ જવાબ મને મળ્યો નથી.

જેકલીનના વકીલે કોર્ટને કહ્યું કે આ મામલે તપાસ એજન્સીને સહકાર આપવામાં આવ્યો છે. જેકલીન વતી દલીલ કરતાં તેણે કહ્યું કે આ કેસમાં મેં પોતે સરેન્ડર કર્યું છે, કોર્ટે મને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આ મામલે માત્ર મને પરેશાન કરી છે. વકીલે જણાવ્યું કે આ કેસમાં ઈડીએ જેકલીનનું પાંચ વખત નિવેદન નોંયું છે. તેણે કહ્યું કે જેકલીન દર વખતે તપાસમાં સહકાર આપ્યો છે.

જેકલીનના વકીલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને કહ્યું કે જો કોઈ આરોપી તપાસમાં સહકાર આપે છે તો તેની સહાનુભૂતિ થવી જોઈએ. આ દરમિયાન વકીલે કહ્યું કે જેકલીન તપાસથી ભાગી રહી નથી. તો પછી ઇડી કેવી રીતે લાઇટ રિસ્ક (દેશ છોડવું) વિશે વાત કરી રહ્યું છે.

ઈડીના વકીલે જેકલીનના જામીનનો વિરોધ કર્યો હતો. ઇડીએ કહ્યું કે તપાસમાં સહકાર આપવાનો અર્થ એ નથી કે આરોપી દેશ છોડી શકે અથવા પુરાવા સાથે છેડછાડ કરી શકે. એજન્સીએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. ઈડી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જેક્લીને પૂછપરછમાં દરેક સવાલના જવાબમાં પલટો કર્યો છે.

ઈડીના વકીલે ઊલટતપાસ દરમિયાન કહ્યું કે અમે અમારી આખી જિંદગીમાં ૫૦ લાખ રૂપિયા એક્સાથે જોયા નથી, પરંતુ જેક્લિને માત્ર તેની મજા માટે ૭.૧૪ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એજન્સીએ કહ્યું કે જેકલીને દેશ છોડવા માટે તમામ યુક્તિઓ અપનાવી કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. ઈડ્ઢએ