દાહોદ, દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સોસાયટીની નજીક બની રહેલી પાણીની ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તા વાળી કામગીરીની બુમો ઉઠતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કરોડોના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીની કામગીરી યોગ્ય ટીતે થાય તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારે આ બાબત જીલ્લા કલેક્ટર પાસે પહોંચતા જીલ્લા કલેક્ટર દ્રારા કોન્ટ્રાક્ટર દ્રારા પાણીની ટાંકીમાં જે માલ મટેરીયલ વાપરવામાં આવી રહ્યો છે. તેના સેમ્પલના નમુના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે સેમ્પલના નમૂનામાં શું બહાર નીકળીને આવે છે, તો રીપોર્ટ પછીજ ખબર પડશે.
દાહોદ શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ કરોડો રૂપીયાના ખર્ચે શહેરમાં અનેક કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે. હાલ શહેરમાં નવ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ જગ્યાએ પાણીની ટાંકી અને સંપની કામગીરી ચાલી રહી છે, તે પૈકી ગોધરા રોડ ઉપર 70 ફૂટ ઊંચી બની રહેલી પાણીની ટાંકીની નજીક રહેણાંક સોસાયટી આવેલી છે. એક તરફ શાળા પણ આવેલી છે. ત્યારે કામગીરીમાં વપરાતા મટીરિયલ સામે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે. કપચી અને રેતીમાં માટી અને પથ્થરો જોવા મળી રહ્યા છે, તો સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાઇ રહ્યો છે. તેવી ફરિયાદ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં દાહોદ જીલ્લામાં બે સ્થળે અલગ અલગ સરકારની યોજનાઓની પાણીની ટાંકી જમીન સાથે ધારાશાયી થવાના બનાવો પણ બન્યા છે, તે વાત હજુ લોકો ભૂલ્યા નથી. ત્યારે આવી હલકી ગુણવત્તાની કામગીરીથી નજીકમાં રહેતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાકટર અને સ્માર્ટ સીટીના એન્જીનીયરોની મિલીભગતથી નિર્માણાધીન પાણીની ટાંકીમાં વર્કઓર્ડરથી હટીને કામગીરી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠતા એજીનિયરો દ્રારા કલેક્ટર સહિતના ઉપલા અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. કામગીરીમાં ગુણવત્તા ન જળવાતી હોવા છ્તા પણ તંત્ર દ્રારા ચુપકીદી સેવી કોન્ટ્રાકટરોને મદદરૂપ થઈ રહયા છે. આવી જોખમી કામગીરીથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમ છ તાં સ્માર્ટ સીટીની યોજનાઓમાં નબળી કામગીરી જોવા મળી રહી છે. કોન્ટ્રાકટરો અને ઇજનેરો પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના જીવ જોખમ મૂકી રહ્યા છે પાણીની ટાંકીની ઉપર કામગીરી કરતાં શ્રમિકો પણ કોઈ પણ જાતની સુરક્ષા વગર 70 ફૂટ ઊંચે કામ કરી રહ્યા છે. ત્યારે સત્તાધીશો કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોતાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિકોની ઉગ્ર માંગ હતીકે તંત્ર દ્વારા કામગીરીનું નિરીક્ષ્ણ કરી યોગ્ય ગુણવત્તાસભર કામગીરી થાય તેવી માંગ ઉઠી હતી. ત્યારે જીલ્લા કલેક્ટર દ્રારા ગોધરા રોડ ઉપર 70 ફુટ ઉંચી નિર્માણાધીન થતી પાણીની ટાંકીનું 70% કામ પૂર્ણ થતા ફરિયાદો ઉઠવા પામતા તે પાણીની ટાંકીના કામમાં વપરાતા મટેરીયલના સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં શું ખરેખર મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતું હતું કે, પછી સરકારના ધારાધોરણ મુજબ મટેરીયલ પાણીની ટાંકી બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતું હતું. તે તો સરકારના રીપોર્ટ પછીજ જાણવા મળશે.