માલે,
માલદીવની રાજધાની માલેમાં ગુરુવારે વિદેશી કામદારોના ઘરોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. દ્વીપસમૂહની રાજધાની (એક અપમાર્કેટ હોલિડે ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે) વિશ્ર્વના સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં નાશ પામેલી ઇમારતના ઉપરના માળેથી ૧૦ મૃતદેહો મળી આવ્યા હતા, જે ગ્રાઉન્ડ લોરના વાહન રિપેર ગેરેજમાંથી ઉદ્દભવી હતી. ફાયર સવસના અધિકારીએ જણાવ્યું હતું કે અમને ૧૦ મૃતદેહો મળ્યા છે.
આગને કાબૂમાં લેવા માટે લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો.એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં નવ ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. માલદીવમાં ભારતના રાજદૂત તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવી છે અને તેમણે મદદ માટે ફોન નંબર પણ જારી કર્યો છે.
માલદીવના રાજકીય પક્ષોએ વિદેશી કામદારો માટેની શરતોની ટીકા કરી છે. એવું માનવામાં આવે છે કે તેઓ ૨૫૦,૦૦૦ની પુરૂષોની વસ્તીનો અડધો ભાગ છે અને મોટાભાગે બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના છે. કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન તેમની નબળી જીવનશૈલી પ્રકાશમાં આવી હતી, જ્યારે સ્થાનિક લોકો કરતા વિદેશી કામદારોમાં ચેપ ત્રણ ગણો ઝડપથી ફેલાયો હતો.