આઈ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-3 દ્વારાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

નડિયાદ, લોકસભા સામાન્ય ચુંટણી-2024 અન્વયે જીલ્લા ચુંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત ખેડા જીલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સ્વીપ એકટીવીટી અંતર્ગત નડીઆદ ગ્રામ્ય વિસ્તાર આખડોલ પ્રાથમીક શાળા આંગણવાડી કેન્દ્રમા મહિલા મીટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અને ખાસ કરીને મહિલા મતદાતાઓ દ્વારા મતદાન જાગૃતિ લાવવા માટે રેલી કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને રંગોળી દોરી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.