181 ધોધંબા તાલુકામાંના એક ગામમાં મહિલાના ફોન આધારે પહોંચી કાઉન્સીલીંગ કરી સમાધાન કરાયું

ધોધંબા, ઘોઘંબા તાલુકાના એક ગામમાં થી એક મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે, મારા સાસુ મને ઘરમાં શાંતિ થી રહેવા દેતી નથી અને 6 વર્ષ થી એક પણ બાળક નથી તેથી ગાળો બોલી ધમકી બતાવે અને ઘર માંથી સમાન ફેંકી આપી કાઢી મુકેલ છે. જેને લઇ 181 અભયમ ઘટના સ્થળે પહોંચી મહિલાનુ કાઉન્સિલીંગ કર્યું. મહિલાના લગ્ન આશરે 6 વર્ષ પહેલાં થયા હતા. પરિણીતાએ લગ્ન જીવનમાં દરમિયાન એક પણ સંતાનનો જન્મ આપ્યો નથી. ત્યારે પતિ કહેતા કે બનતી સારવાર કરાવીશ પરંતુ બાળક નહિ હોવાના કારણે તરછોડીશ નહિ અને મહિલાને પૂરો સપોર્ટ પણ કરે છે. સાથે હોસ્પિટલ સારવાર ચાલુ જ છે. જ્યારે મહિલાના સાસુ સસરાએ વહુ સાથે ઝઘડા કરે અને દિકરાને બીજી વહુ લાવવાનું કહેતાં હતા. આ વહુ બાળકોનો જન્મ આપશે નહીં તેમ કહી તેનો ઘર માંથી સમાન ફેંકી આપેલ અને તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. તેના સસરા નશોકરીને આવી મારી નાખવાની પણ ધમકી આપતા હતા. મહિલાને ખુબજ ત્રાસ ગુજારતી હતી.181 અભયમના કાઉન્સેલરે મહિલાના સાસુ સસરાને સમજાવ્યા હતા અને હોસ્પિટલ સારવાર માટે જણાવ્યું હતું. ત્યારબાદ કાયદાકિય જાણકરી આપી સાસુ-સસરા અને વહુ વચ્ચે અસરકારક સલાહ આપી સમાધાન કરાવ્યુ હતું.