દે.બારીયા, દે.બારીયા બી.ઓ.બી. શાખામાં કે.વાય.સી માટે છેલ્લા બે માસથી લાંબી કતારોમાં ઉભા રહેવાનોવારો એ પણ 41 ડિગ્રીના ઉંચા તાપમાનમાં તેના માટે કોણ જવાબદાર છે. તે યક્ષ પ્રશ્ર્ન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરની બેંક ઓફ બરોડા શાખામાં હજારોની સંખ્યામાં ખાતેદારોની સંખ્યા હશે. ગતરોજ સુધી કે.વાય.સી. માટે લાંબી કતારોમાંં ઉંચા તાપમાનમાં અને ખુલ્લામાંં કોઇપણ છાયડાની વ્યવસ્થા કરવામાં આવી નથી. લાંબી કતારોમાંએ પણ 12 કલાકના સમય શાખાની માનતા ગ્રાહકોને ઉભા રાખવા કેટલું વ્યાજબી ગણાશે. આવી મે અને જુનની 41 ડિગ્રીના તાપમાનમાં કોઈપણ ખાતેદાર લથડી પડશે તેના માટેઢ કોની જવાબદારી ગણાશે. તેંંવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. જેથી બેંંક ઓફ બરોડા દે.બારીયા શાખાના આગળ છાયડાની વ્યવસ્થા સાથે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માનતા ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે. તેમજ કે.વાય.સી.નો સમયને પણ લંબાવવામાં આવે ત્રણ-ચાર વાગ્યા સુધીનો સમય જો લંબાવી દેવામાં આવે તો ગ્રાહકોને અનુકુળ થશે શું ? આ સંદર્ભે બેંંક ઓફ બરોડાના એરીયા મેનેજર ગ્રાહકો માટે આગળ આવશે તે તો આવનારો સમય બતાવશે. રાષ્ટ્રીયકૃત બેંકોની બેંક ઓફ બરોડા શાખામાં કે.વાય.સી.નું કાર્ય ન થવાનું કારણ માત્ર એક વાગ્યા સુધી કે.વાય.સી.નું કાર્ય કરવામાં આવતું હોય છે. સમયમાં વધારો કરવામાં આવે તો મોટી કતારો દેખવા નહી મળી શકે.