ઇસ્લામાબાદ, પાકિસ્તાનની હાલત કેટલી ખરાબ છે તેનો અંદાજ જજના અપહરણ પરથી આવે છે. આતંકવાદીઓએ હવે જજનું અપહરણ કર્યું છે અને તેનો વિડીયો પણ જાહેર કરાયો છે. જેમાં જજ પોતાનો જીવ બચાવવા માંગણી કરતા દેખાય છે. વિડીયોમાં તે કહી રહ્યા છે કે પાકિસ્તાનના ચીફ જસ્ટીસે આતંકવાદીઓની વાત સ્વીકારવી જોઈએ. જજ પોતાની આઝાદી માટે વિનંતી કરે છે. એક મિનીટ લાંબી આ વિડીયો ક્લિપ પત્રકારોને મોકલવામાં આવી છે.
આ ક્લિપમાં જજ શકીરૂલ્લા મારવત એકલા જોવા મળી રહ્યા છે. કાળા પડદાની સામે બેઠેલા જજ કહી રહ્યા છે કે તહરીક-એ-તાલીબાન પાકિસ્તાને તેમને બંધ બની લીધા હતા. તેમણે કહ્યું કે ટીટીપીની કેટલીક માંગણીઓ છે. જેની પાકિસ્તાનના ચીફ જસ્ટીસે વહેલી તકે પૂરી કરવી જોઈએ જેથી તેમને મુક્ત કરવામાં આવે. મારી મુક્તિ શક્ય બને તે માટે આતંકવાદીઓની માંગણીઓ વહેલી તકે પૂરી કરે.
જોકે આતંકવાદીઓના માંગ બાબતે કોઈ માહિતી અપાઈ નથી. પાકિસ્તાની તાલીબાને હજી સુધી આ અપહરણ અંગે કોઈ જવાબદારી લીધી નથી. તે સિવાય વિડીયો પર કોઈ નિવેદન પણ જાહેર કર્યું નથી.જજ મારવત અફઘાનિસ્તાનની સીમા નજીક દક્ષિણ વઝીરૂસ્તાન જીલ્લા ન્યાયાધીશનું પદ ધરાવે છે. તે દેરા ઈસ્માઈલ ખાન જીલ્લા તરફ પરત જઈ રહ્યા હતા ત્યારે ૧૨ જેટલા શખ્સોએ શશ્ત્રો સાથે તેમના ડ્રાઈવર સાથે તેમનું અપહરણ કર્યું હતું. જોકે અજાણી જગ્યાએ જતા પહેલા તેમમ ડ્રાઈવરને છોડી મુક્યો હતો.
ડ્રાઈવરે પોલીસને કહ્યું હતું કે આતંકવાદીઓ તેમના સંબંધીઓ અને કેદીઓને મુક્ત કરવાની માંગણી કરી રહ્યા હતા. જેમાં બે આતંકવાદી કમાન્ડર માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ અને આતંકવાદ વિરોધી દળોએ સંયુક્તપણે આ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું પાકિસ્તાની સેનાએ એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે તેના દળોએ ઈસ્માઈલ ખાનમાં હુપ્તચર વિરોધી હૂમલો કર્યો હતો. આ અથડામણમાં બે કમાન્ડર માર્યા ગયા હતા.