મેંગલુરુની મલાલી મસ્જિદ વિવાદ મામલે સિવિલ કોર્ટ સુનાવણી કરશે


મેગલુરુ,
કર્ણાટકના મેંગલુરુ સ્થિત મલાલી મસ્જિદ વિવાદ પર અહીની એડિશનલ સિવિલ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ છે. કોર્ટે વિશ્ર્વ હિન્દુ પરિષદ(વીએચપી)ની અરજી મંજૂર કરી છે અને મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. વિશ્ર્વ હિન્દુ પરિષદે દાવો કર્યો છે કે મલાલી મસ્જિદ મંદિર તોડીને બનાવવામાં આવી છે. આ વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ જેવો જ કેસ છે.
બીજી તરફ, મસ્જિદ કમિટીએ દાવો કર્યો છે કે આ વક્ફની જમીન છે, એટલા માટે કોર્ટે આ મામલે સુનાવણી કરવી જોઈએ નહીં. પરંતુ કોર્ટે દાવો ફગાવી દીધો છે. આ વર્ષે ૨૧ એપ્રિલે સમારકામ દરમિયાન મસ્જિદની નીચેથી એક પીલર નીકળ્યો હતો. આ પીલરના સમાચાર મળતા જ હિન્દુ પક્ષે દાવો કર્યો કે આ મંદિરનો પીલર (સ્તંભ) છે.

હાલ આ વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. બંને પક્ષ આમને-સામને થઈ ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. અહીં નોંધવું રહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ સંલગ્ન બે કેસની સુનાવણી વારાણસીની બે અલગ-અલગ કોર્ટમાં થઈ હતી. પહેલો કેસ, ભગવાન શ્રી આદિ વિશ્ર્વેશ્ર્વર બિરાજમાન તરફથી થયો છે.