કોવીડ કાળ માં નરેન્દ્ર મોદીએ પુરા વિશ્વને વેક્સિન પૂરી પાડી ને વિશ્વ બંધુત્વની મિશાલ પૂરી પાડી છે,રાજનાથસિહ

અમદાવાદ,કેન્દ્રીય રક્ષા મંત્રી ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે આજે અમદાવાદ શ્યામા પ્રસાદ મુખરજી હોલ ખાતે અન્ય ભાષા ભાષી સેલ દ્વારા આયોજિત ઉત્તર ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહી સંબોધન કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની માં રાષ્ટ્રે ઘણી પ્રગતિ કરી છે પહેલા રક્ષા સંસાધનો બહારથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત રક્ષા ઉત્પાદનમાં સ્વ નિર્ભર છે ઘણા ઉત્પાદનો વિદેશમાં નિર્યાત કરીને ભારતે પોતાની શક્તિ વધારી છે, શ્રી રામ? ભગવાન નું મંદિર બનાવીને મોદીએ શ્રી રામ લાલાને તાડપત્રી માંથી ભવ્ય વિશાળ મંદિરમાં વિરાજીત કરીને આપણી આસ્થાનું સન્માન કર્યું છે

ભારતીય જનતા પાર્ટી ના શાસન પહેલા પહેલા આપણું આથક તંત્ર વિશ્ર્વ માં ૧૧ માં ક્રમે હતું અત્યારે વિશ્ર્વમાં ચોથા ક્રમે પહોંચી રહ્યું છે,તેમણે કહ્યું કે કોવિટ કાળ માં જ્યારે પૂરો વિશ્ર્વ લાચાર હતો કોઈ વેક્સિન ઉપલબ્ધ નહતી ત્યારે મોદીજીએ આપણા વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પૂરતી તકો આપીને ભારતના ૧૦૦ કરોડ લોકોને તો મફત વેક્સિન આપી ને જીવન રક્ષણ કર્યું પરંતુ વિશ્ર્વના અનેક દેશોમાં પણ મફતમાં વેક્સિન મોકળાવીને એક વસુદેવ કુટુંબકમનું વિશ્ર્વ સમક્ષ ઊંમદા ઉદાહરણ પૂરું પાડ્યું? છે

આ પ્રસંગે અમદાવાદ શહેરના પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ શાહ, શહેરના મહામંત્રી પરેશભાઈ લાખાણી, મેયર પ્રતિભા બેન જૈન, પૂર્વ લોક્સભા ક્ષેત્ર ના ઇન્ચાર્જ નૈનેશભાઈ શાહ, ધારાસભ્ય દિનેશ કુશવાહ, પ્રદેશસયોજક અતુલભાઈ મિશ્રા, પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા અન્ય પ્રાંત સંકલન ર્ક્તા નરેન્દ્રસિંહ પુરોહિત,પરમજીત કોર, શ્રદ્ધાબેન રાજપૂત ,વિરેન્દ્રસિંહ ઠાકુર, શ્રીરામ આધાર જી,દિનેશભાઈ શર્મા, સંગઠનના પદાધિકારી શ્રીઓ, કાઉન્સિલર શ્રીઓ, અન્ય ભાષા ભાષી સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.