મુંબઇ, આમિર ખાન પહેલીવાર કપિલ શર્માના શો માં જોવા મળ્યો હતો. અભિનેતાએ તેની કારકિર્દી વિશે ઘણી વાતો શેર કરી છે. તેને પંજાબી લોકોની નમ્રતાની પણ પ્રશંસા કરી હતી. તેને કહ્યું કે, ’જ્યારે તેને પંજાબના એક ગામમાં દંગલ માટે શૂટિંગ કર્યું ત્યારે તેમણે તેમની પાસેથી ’નમસ્તે’ ની તાકાત શીખી હતી.’ આ દરમિયાન આમિર ખાને દંગલના શૂટિંગનો એક કિસ્સો પણ સંભળાવ્યો હતો કે કેવી રીતે તે શૂટિંગ માટે પંજાબ જતો હતો.
આમિરે કહ્યું કે, ’આ એક એવી સ્ટોરી છે જે મારી ખૂબ જ નજીક છે. અમે રંગ દે બસંતી નું શૂટિંગ પંજાબમાં કર્યું હતું અને મને તે ગમ્યું હતું. ત્યાંના લોકો, પંજાબી સંસ્કૃતિ અને પ્રેમથી ભરપૂર છે. અમે પંજાબમાં દંગલ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તે જગ્યાએ અને તે ઘરમાં બે મહિનાથી વધુ સમય શુટીંગ કર્યું હતું. તમે વિશ્ર્વાસ નહિ કરો કે જ્યારે હું શુટીંગ માટે જતો હતો ત્યારે ત્યાંના લોકો હાથ જોડીને ’સત શ્રી અકાલ’ કહીને મને આવકારવા હતા. મને ક્યારેય હેરાન નથી કર્યો. જ્યારે હું પેક-અપ પછી પાછો ફરતો ત્યારે પણ તેઓ ઘરની બહાર ઊભા રહીને મને ’ગુડ નાઈટ’ કહેતા હતા.’
આમિરે કહ્યું કે, ’મુસ્લિમ હોવાને કારણે તેને હાથ જોડીને અભિવાદન કરવાની આદત નથી. હું એક મુસ્લિમ પરિવાર માંથી છું, મને નમસ્તે માં હાથ જોડવાની આદત નથી. મને હાથ ઉંચો કરવાની અને માથું નમાવવા ની આદાત છે. પંજાબમાં તે અઢી મહિના વિતાવ્યા પછી મને ’નમસ્તે’ ની શક્તિનો અહેસાસ થયો. તે એક અદ્ભુત લાગણી છે. પંજાબના લોકો દરેકને ખૂબ માન આપે છે અને કોઇની સાથે ભેદભાવ કરતા નથી.’ આમિર એક્ટર સની દેઓલ સાથે ફિલ્મ લાહોર ૧૯૪૭માં જોવા મળશે. આ સિવાય તે ’સ્ટાર્સ ઓન ધ ગ્રાઉન્ડ’માં જોવા મળશે.