સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાંજો સપ્લાય કરનાર મુખ્ય સુત્રધારને દબોચી લેતી ધોરાજી તાલુકા પોલીસ

રાજકોટ, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માદક પદાર્થ ગાંજો સપ્લાય કરતા મુખ્ય સુત્રધારને ધોરાજી તાલુકા પોલીસે સુરત ખાતેથી દબોચી લઈ વિશેષ તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે તાજેતરમાં ધોરાજી ખાતે બે શખ્સોને પોલીસે પકડી પાડેલ હતાં. આ ગુનાની તપાસ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ, વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.

તેઓના માર્ગદર્શન હેઠળ આ ગુનામાં અજાણ્યા આરોપી અને મુખ્ય સુત્રધાર તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માદક પદાર્થ (ગાંજા)ની સપ્લાય કરતા બાબતે બીશવા બીનાયક કૈલાશચંદ્ર ગૌૈડા (ઉ.વ.૧૯) (મૂળ રહે.મઠબ્રહ્મપુર થાના કોદળા, જિ.ગંજામ ઓરીસ્સા) હાલ રહે સુરત સાયણ ગામ)ને સુરત ખાતેથી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના એ.એલ.આઈ પરબતભાઈ શામળા તથા પો.હેડ કોન્સ મનીશભાઈ વરૂએ ઝડપી લીધો હતો.

આ કામગીરી પીએસઆઈ વી.જી. જેઠવા એ.એસ.આઈ પરબતભાઈ શામળા તેમજ મનીષભાઈ વરૂ, હાદકભાઈ ઓઝા, વિજયસિંહ જાડેજા, જગદિશભાઈ સુવાણ, દિવ્યરાજસિંહ પઢીયાર, ભાવદિપસિંહ જયોતિસિંહ, અરવિંદભાઈ સાકરીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.