અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવના થોડા દિવસ પહેલા જ ભાજપે પોતાના ૧૬૦ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી(છછઁ)એ પણ ઉમેદવારોની ૧૪મી યાદી જાહેર કરી છે. ૧૪મી યાદીમાં આમ આદમી પાર્ટીના ૧૦ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ ૧૭૯ બેઠક પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે માત્ર ત્રણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે છછઁના મુખ્યપ્રધાન પદના ચેહરા ઇસુદાન ગઢવી કઈ બેઠક પર ચૂંટણી લડશે એ નક્કી નથી.
૧૪મી યાદીમાં જાહેર કરાયેલા નામ:
થરાદથી વિરચંદભાઈ ચાવડા
જામનગર દક્ષિણથી વિશાલ ત્યાગી
જામજોધપુરથી હેમંત ખાવા
તાલાલાથી દેવેન્દ્ર સોલંકી
ઉનાથી સેજલબેન ખુટ
ખંભાતથી અરૂણ ગોહિલ
કરજણથી પરેશ પટેલ
જલાલપોરથી પ્રદીપકુમાર મિશ્રા
ઉમરગામથી અશોક પટેલ