પંચમહાલ 30 એપ્રિલ અને 1 મે ના રોજ ગદુકપુર-ગોધરા ફેસિલીટેશન સેન્ટર ખાતે અધિકારી/કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાશે

ગોધરા, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 18- પંચમહાલ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ, 126-ગોધરા વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ તારીખ 07/05/2024ના રોજ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચની જોગવાઈઓ અનુસાર તેઓના પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે.

જેમાં તારીખ 30 એપ્રિલ 2024ના રોજ સવારના 9 કલાકથી સાંજના 5 કલાક સુધી 126-ગોધરા વિધાનસભા મત વિભાગની મતદાર યાદીમાં મતદાતા તરીકે નોંધાયેલ હોય તેવા અધિકારી/કર્મચારીઓ તથા તારીખ 1 મે 2024ના રોજ સવારના 9 કલાકથી સાંજના 5 કલાક સુધી 18-પંચમહાલ લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ મત વિભાગના તથા રાજ્યની તમામ લોકસભા સંસદીય મત વિભાગની મતદાર યાદીમાં મતદાતા તરીકે નોંધાયેલ અધિકારી/કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે.

આ બંને દિવસો દરમિયાન અધિકારી/કર્મચારીઓ પ્રથમ માળ, સિવિલ બિલ્ડીંગ, સરકારી પોલિટેકનિક કોલેજ, ગદુકપુર, તા.ગોધરા ખાતે ઉપરોક્ત સમય મુજબ હાજર રહીને મતદાન કરશે.