દાહોદ એલસીબી પોલીસે ત્રણ બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા

દાહોદ,પ્રોહિબિશનની અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલ ત્રણ પ્રોહી બુટલેગરોને પાસા ધારા હેઠળ દાહોદ એલસીબી પોલીસે અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ, જીલ્લા જેલ ભાવનગર તેમજ જીલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપ્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં ગેરકાયદેસર દારૂ ઘૂસડવાની તેમજ હેરાફેરી કરી પ્રોહીના ગુનામાં સંડોવાયેલ ઇસમો તેમજ લિસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજન બંધ યાદી તૈયાર કરવા તેમજ ઘણા લાંબા સમયથી પાછા વોરંટ ફરાળી આરોપીઓની માહિતી એકત્રિત કરી તેઓને ઝડપી પાડવા માટે દાહોદ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતા જેમાં લીમખેડા, દાહોદ રૂરલ તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ પ્રોહી બુટલેગરો વિરૂદ્ધ દાહોદ જીલ્લા કલેકટર દ્વારા પાસા વોરંટ કરી અટકાયત કરવાનો હુકમ કરતા દાહોદ એલસીબી પોલીસે નીતિનભાઈ જંગલસિંહ તડવી (રહે. ચિલાકોટા, જૂનાગામ ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ), જયભાઈ લાલુભાઈ બારીયા (રહે. ચોસાલા, રવાળા ફળિયુ, તા. જી. દાહોદ) ઝાલાભાઇ ઉર્ફે જાલાભાઇ હરસિંગભાઈ દેહદા (રહે. દેવધા, ખાનનદી ફળીયું લ, તા. ગરબાડા, જી. દાહોદ) નાઓને તેઓના આશ્રય સ્થાનેથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી મધ્યસ્થ જેલ રાજકોટ, જીલ્લા જેલ ભાવનગર તેમજ જીલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.