લોકસભા ચુંટણીના પ્રચાર અંગે ચર્ચા કરાઇ જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે શહેરા વિધાનસભા 800 કાર્યકરો ભાજપમાંં જોડાવા અંગે કટાક્ષ કર્યો

  • 800 કાર્યકર નથી ત્યારે 800 કાર્યકર કેવી રીતે જોડાયા.

ગોધરા, લોકસભાની ચૂંટણીના મતદારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠક ઉપર પણ મુખ્ય બે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેના ભાગરૂપે પંચમહાલ કોંગ્રેસ દ્વારા આજે ગોધરા ખાતે કોંગ્રેસની જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સહિત પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અલગ અલગ હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અંગેની કાર્યપદ્ધતિને વધુ સુદ્રઢ બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ગોધરા ખાતે આજે યોજવામાં આવેલી કોંગ્રેસની જીલ્લા સંકલન સમિતિની બેઠક દરમિયાન પંચમહાલ ગોધરા ખાતે આજે યોજવામાં આવેલી કોંગ્રેસની જીલ્લા સંકલન સમિતિની બેઠક દરમિયાન પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દુષ્યંતસિંહ ચૌહાણ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દુષ્યંતસિંહ ચૌહાણ છેલ્લા છ મહિનાથી ભાજપમાં જવાના છે. તેવા મેસેજ અમને મળતા હતા અને તે મેસેજ હવે સાચા પડ્યા છે. ભાજપ દ્વારા જે દાવો કરવામાં આવે છે કે દુષ્યંતસિંહ ચૌહાણ તેમના 800 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે, તે વાત તદ્દન ખોટી છે. શહેરા વિધાનસભાના વિસ્તારમાં જેઠાભાઇ ભરવાડ જેવા દિગ્ગજ નેતા હોય ત્યારે મેં શહેરા વિધાનસભામાં કોંગ્રેસના 800 કાર્યકર આજદિન સુધી જોયા નથી, તો 800 કાર્યકર ભાજપમાં કેવી રીતે જોડાઈ શકે ?