લખનૌથી ઉમેદવાર રાજનાથ સિંહે નોમિનેશન ભર્યું, સીએમ યોગી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા

લખનૌ, ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે સોમવારે લખનૌ લોક્સભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ૨૦૧૪ અને ૨૦૧૯માં આ બેઠક પર ભારે જીત મેળવી છે. તેમને લખનૌ લોક્સભા સીટથી સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નામાંકન પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત ઘણા નેતાઓ હાજર હતા.

નામાંકન માટે રાજનાથ સિંહનો રોડ શો લખનૌમાં બીજેપી કાર્યાલયથી શરૂ થયો હતો અને તેઓ તેમના સેંકડો કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત હતા અને ત્રીજી વખત તેમની જીતનો વિશ્વાસ જણાતા હતા.

નામાંકન માટે રવાના થતા પહેલા રાજનાથ સિંહે લખનૌના હનુમાન સેતુ મંદિરમાં પૂજા કરી હતી. તેમણે ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને હનુમાન મંદિરના દર્શન કર્યા. સોમવારે સવારથી જ લખનૌમાં પાર્ટી કાર્યાલયની બહાર સમર્થકોની ભીડ જોવા મળી હતી. ઢોલ-નગારા સાથે શોભાયાત્રામાં જોડાવા લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.