કડાણા મહી નદીના પુલનો એપ્રોચ રોડના સેફટી વોલની કામગીરીમાં ગુણવત્તા નહિ જળવાયા હોવાની ફરિયાદ

કડાણા,કડાણા મહી નદીના પુલના એપ્રોચ રોડની બાજુમમાં પાકી આરસીસી સેફટી વોલ બનાવી માટી પુરાણ કરી પથ્થર પિચીંગ કરવાની છેલ્લા ત્રણેક માસથી કામગીરી ચાલી રહી છે. જેમાં સેફટી વોલની કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાની ચર્ચાઓ ઉઠી છે.

કડાણા મહી નદી પર ચારેક વર્ષ અગાઉ અંદાજે 35 કરોડ રૂપિયાના ખર્ચે નવીન પુલ અને કડાણા તરફનો એપ્રોચ રોડ બનાવવામાં આવેલ છે. જે ગત ચોમાસામાં મદી નદીના ધસમસતા પુરના પાણીની એપ્રોચ રોડનો મોટો હિસ્સો ધરાશાઈ થઈ ગયો હતો. જેના કારણે તે સમયે કેટલાક દિવસો સુધી પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી લોકો અટવાયા હતા. તંત્ર દ્વારા તે સમયે કામ ચલાઉ માટી-પુરાણ કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. હાલ તંત્ર દ્વારા લાખો રૂિ5યાના ખર્ચે એપ્રોચ રોડની બાજુમાં પાકી આરસીસી સેફટી વોલ બનાવી માટી-પુરાણ કરી પથ્થર પિચીંગ કરવાની છેલ્લા ત્રણેક માસથી ચાલતી કામગીરી હાલ પુર્ણતાના આરે છે. જેમાં સેફટી વોલની કામગીરી ગુણવત્તાવાળી થઈ ન હોવાની ચર્ચાઓ ઉઠી છે. નદીના ગોળ પથ્થરનો ઉપયોગ કરી વેઠ ઉતાર કામગીરી કરવામાં આવેલ હોવાનુ વિસ્તારના ગ્રામજનો જણાવી રહ્યા છે. સેફટી વોલના કામના ઉપયોગમાં લેવાયેલ પથ્થરો છુટા ગોઠવેલ હોય તેમજ પાણી નિકાલ માટેની ગટરનુ લેવલ જાળવવામાં આવેલ ન હોવાનુ જણાઈ રહ્યુ છે. આવનાર સમયમાં મદી નદીના ધસમસતા પુરના પાણીમાં ટકશે કે કેમ તે અંગે શંકાઓ સેવાઈ છે.