હાલોલ, હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર દુધિયા તળાવની ઉપર ભકતો દ્વારા ચૈત્ર માસમાં ચઢાવાયેલી ધજાઓ ઢગલા સ્વરૂપે રઝળતી જોવા મળી છે.
શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર દુધિયા તળાવની પાળ પર ભકતો દ્વારા ચૈત્રી માસમાં ચઢાવવામાં આવેલી ધજાઓ ઢગલા સ્વરૂપે જોવા મળતા ભકતોની લાગણી દુભાઈ છે. માં કાલિકાના ચૈત્ર માસમાં દર્શનનો ભકતોમાં વિશેષ મહિમા હોય છે. જેના પગલે ચૈત્રી નવરાત્રી તેમજ નવરાત્રી બાદ પણ શક્તિપીઠ ખાતે માતાજીના દર્શનાર્થે ભકતોનુ ધોડાપુર ઉમટી પડતુ હોય છે. ગુજરાત ભરમાંથ્ી પગપાળા યાત્રા સંઘો મોટા પ્રમાણમાં આવતા હોય છે. ભકતો પગપાળા આવતા હોય છે તેની સાથે રથ તેમજ માતાજીની ધજાઓ પણ મોટા પ્રમાણમાં તેઓની સાથે હોય છે. આ ભકતો દ્વારા ધજાઓ ડુંગર પર આવેલા દુધિયા તળાવની સામેના એક ટાવર પર લગાવેલી જોવા મળી હતી. જેમાં ધણી બધી ધજાઓ ઢગલા સ્વરૂપે નીચે જોવા મળી હતી. ભકતો આસ્થા સાથે માતાજીની ધજા લાવતા હોય છે. જે ધજા આ રીતે ઢગલા સ્વરૂપે જોવા મળતા ભકતોમાં એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ લાગતુ વળગતુ તંત્ર ભકતોની સુવિધા માટે તેમજ ભકતોની આસ્થા પ્રત્યે સતત સજાગ રહેતુ હોય છે. આ ધજાઓ સન્માન સાથે વ્યવસ્થિત જગ્યાએ લઈ જવામાં આવે તેવી ભકતોમાં પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કામગીરી કરશે તેવી આશા છે.