હાલોલ,હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી અને ચૈત્રના પ્રથમ 15 દિવસ માટે જિલ્લા સમાહર્તાના જાહેરનામાને પગલે પાવાગળ તળેટી ખાતેથી માંચી સુધી માત્ર એસ.ટી.બસોમાં યાત્રાળુઓને પરીવહન કરવાનુ હોય છે. આ દરમિયાન એસ.ટી.ડેપોને રૂ.1.05 કરોડની માતબર રકમની આવક થઈ છે.
માં કાલિકાના દર્શન માટે ભકતો મોટી સંખ્યામાં ચૈત્ર નવરાત્રીમાં આવતા હોય છે. આ દરમિયાન યાત્રાળુઓ સુચારૂ રીતે માંચી જઈ શકે તે માટે વધારાની એસ.ટી.બસો સતત 24 કલાક દોડાવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી પાવાગઢ માંચી મેળા-2024 દરમિયાન એસ.ટી.દ્વારા એકસ્ટ્રા સંચાલનની મળતી માહિતી મુજબ 15 દિવસ દરમિયાન એસ.ટી.દ્વારા 16,711 ટ્રીપ ચલાવી હતી. જેમાં 93,116 કિ.મી.એસ.ટી.બસ ચલાવી હતી. જેના દ્વારા એસ.ટી.ને રૂ.1,05,83,727/-ની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન એસ.ટી.બસ 113 કિ.મી.આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન 5,53,809 બાળકો સહિત મુસાફરોને તળેટીથી માંચી સુધી પરીવહન કર્યુ છે. આ સમગ્ર કામગીરી માટે અલગ અલગ દિવસોમાં વધુમાં વધુ સરેરાશ 50 એસ.ટી.બસ દ્વારા કુલ મળી 565 વાહનોની સંખ્યા હોવાનુ જાણવા મળે છે. એસ.ટી.વિભાગ તરફથી જાણવા મળતી માહિતી પ્રમાણે પાંચમાં નવરાત્રી અને તા.14/04/2024ને રવિવારના રોજ વધુમાં વધુ 70,448 જેટલા યાત્રાળુઓને પરીવહન કર્યુ હતુ. આ સમયગાળા દરમિયાન તા.19/04/2024ના રોજ 20,294 સોૈથી ઓછા યાત્રાળુઓને પરીવહન કર્યુ છે.