દારૂ આપવાની ના પાડી તો પુતિનના સૈનિકોએ ૭ લોકોને ઉતાર્યા મોતને ઘાટ

કીવ, યૂક્રેનમાં રશિયન સૈનિકોનો નરસંહાર ચાલુ છે. સમાચાર છે કે બે રશિયન સૈનિકોએ તાજેતરમાં જ નશામાં બે ગામમાં નરસંહાર કર્યો અને ૭ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ નરસંહાર ફક્ત એટલા માટે થયો કારણ કે ગ્રામીણોએ દારૂ આપવાની ના પાડી હતી. રિપોર્ટ અનુસાર રશિયાના જે બે સૈનિકો પર નરસંહારનો આરોપ લાગ્યો છે, તેમની ઓળખ ૩૪ વર્ષીય એલેક્ઝેંડર ઓસિપોવ (૩૪) અને એલેક્ઝેંડર કાઇગોરોડત્સેવ (૩૭) ના રૂપમાં થઇ છે. બંનેએ પૈટ્રિયટ સૈન્ય પિકઅપ ટ્રકમાં ફરતી વખતે યૂક્રેનમાં મોતના નિશાન છોડી દીધા.

સ્થાનિક અહેવાલો જણાવે છે કે તે ભયંકર રાત્રે રશિયન ગ્રાઉન્ડ ફોર્સના ૧૪૪ મા ગાર્ડ્સ મોટર રાઇફલ ડિવીઝનના આ બંને સૈનિકોએ તે ભયાનક રાત્રે જે સાત લોકો માર્યા, તે બધાએ દારૂ પીવાની પાડી હતી. આ કારણે બંને ખૂબ જ ગુસ્સામાં હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સાત લોકોની હત્યા કર્યા બાદ તેમના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

એસ્ટ્રા સ્વતંત્ર મીડિયાના રિપોર્ટ અનુસાર ખૂની નરસંહાર છતાં પુતિનની સેના તરફથી નિયંત્રિત ગામમાં કોઇ ક્રિમિન કેસ ખોલવામાં આવ્યો નથી. મૃતકોમાં સહયોગી લ્યૂબોવ ટિમચાક (૫૪) પણ સામેલ છે, જે રશિયા દ્વારા કબજે કરનાર અબ્રીકોસિવ્કા ગામના પ્રમુખ હતા. જે કબ્જાધારીના પક્ષમાં જતા પહેલાં યૂક્રેનના અધિકારી હતા. જણાવામાં આવે છે કે ૪૦ વર્ષીય અલેક્સી ગ્લિનિન ટિમચેકનો સાથી અને એક રશિયન સૈનિક પણ આ નરસંહાર માર્યો ગયો હતો.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમના ગુનાને છુપાવવા માટે આરોપીઓએ ગામના ઘરોમાં તેમના પીડિતોના મૃતદેહો પર ફ્યૂલ રેડ્યું અને પછી ગ્રેનેડનો ઉપયોગ કરીને તેમને આગ લગાવી દીધી. દારૂના નશામાં તેમની હત્યા કર્યા બાદ આખરે બેભાન અવસ્થામાં બંનેની અટકાયત કરવામાં આવી હતી. ઓસિપોવ અને કૈગોરોડત્સેવે ચાર હત્યાની કબૂલાત કરી હતી પરંતુ હવે કુલ સાત હત્યાઓની શંકા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સૈનિકોએ ૪૦ વર્ષીય રૂસ્લાન ખમ્માતોવને માર માર્યો, જેથી તેની આંખ અને પાંસળી તૂટી ગઇ. સાથે જ તેમની પણ તૂટી ગઇ, કારણ કે તેઓ કબૂલાત માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.