દાહોદ, મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂ ભરી ઝાલોદ તાલુકાના કાળી ગામ ઇનામી ગામના બુટલેગરને ત્યાં પહોંચતો કરવા જઈ રહેલ રેકડો દાહોદ તાલુકા પોલીસે વોચ દરમિયાન મોટી ખરજ ગામે બળિયાદ દેવના મંદિર પાસે રોડ પરથી ઝડપી પાડયો હતો.
જેમાંથી રૂપિયા ૫૩ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, રૂા.૧ લાખની કિંમતનો થ્રી વ્હીલ રેકડો મળી કુલ રૂપિયા૧,૫૩,૭૬૦ ના મુદ્દામાલ સાથે રેકડાના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના કાકરાધરા ગામના સુનિલભાઈ મછારે મયપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના રિંગોલ ગામના માલ મસુરી ળિયાના જીતાભાઈ વાલુભાઈ વસુનિયાના જીજે ૨૦યુ૪૯૦૩ નંબરના અતુલ ઓટો કંપનીના થ્રી વ્હીલ રેકડામાં વગર પાસ પરમીટે મધ્યપ્રદેશના દારૂના એક ઠેકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરાવી ઝાલોદ તાલુકાના કાળીગામ ઇનામી ગામના બુટલેગર વીપીસિંગ ઉર્ફે વિપેશ રામસિંગભાઈ સંગાડાના ઘરે પહોંચતો કરવા મધ્યપ્રદેશ માંથી રવાના કર્યો હોવાની ગુપ્ત બાતમી દાહોદ તાલુકા પોલીસને મળતા પોલીસે મોટી ખરજ ગામે બળિયાદેવના મંદિર પાસે રોડ પર મોડી રાતે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. અને તે દરમિયાન મોડી રાતના દોઢેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળો અતુલ શક્તિ કંપનીનો થ્રી વીલ રેકડો નજીક આવતા જ વોચમાં ઉભેલ દાહોદ તાલુકા પોલીસની ટીમે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. અને રેકડામાંથી પોલીસે તલાસી દરમિયાન રૂપિયા ૫૩,૭૬૦ ની કુલ કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ.૩૮૪ પકડી પાડી કબ્જે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા એક લાખની કિંમતના થ્રી વ્હીલ રેંકડા સહિત૧,૫૩,૭૬૦ ના મુદ્દામાલ સાથે રેકડાના ચાલક દીધાભાઈ વાલુભાઈ વસુમિયાની અટકાયત કરી આ સંબંધે રેકડાના ચાલક સહિત ત્રણ જણા વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.