દાહોદ, દાહોદ શહેરમાંથી એક સાથે ત્રણ મોટરસાયકલ તેમજ ઝાલોદ નગરમાંથી એક ફોરવીલર ગાડી મળી કુલ ચાર વાહનો ની ચોરી થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે પુન: એક વાર વાહન ચોર ટોળકી સક્રિય થતા પોલીસની કામગીરી પર વાહન ચોર ટોળકી પડકાર ફેંકી રહી હોય તેમ લાગી રહ્યું છે.
વાહન ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ જૈન નર્સિંગ હોમ ખાતેથી પસાર થતા રોડ પર બનવા પામ્યો હતો. જેમાં ગત તારીખ 22મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ગામે કલારા ફળિયામાં રહેતા શંકરભાઈ સાબુભાઈ કલારા પોતાના કબજાની મોટરસાયકલ લઇ ઉપરોક્ત સ્થળ પર આવ્યા હતા અને પોતાની મોટરસાયકલ સ્થળ પર જ લોક મારી કોઈ કામ અર્થે ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ચોરી સમયે પોતાનો કસબજમાવી શંકરભાઈની મોટરસાયકલનું લોક તોડી મોટરસાયકલ ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે શંકરભાઈ સાબુભાઈ કલારાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચોરીનો બીજો બનાવ દાહોદ શહેરના તાલુકા પંચાયત ખાતે પસાર થતા રોડ પર બનવા પામ્યો હતો. જેમાં 21મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના નાની ખરજ કોતર ફળિયામાં રહેતા અજયભાઈ જોતીયાભાઈ ભુરીયા પોતાના કબજાની મોટરસાયકલ લઇ ઉપરોક્ત સ્થળે કોઈ કામ અર્થે આવ્યા હતા અને સ્થળ પર પોતાની મોટરસાયકલ લોક મારી પાર્ક કરી હતી. ત્યારે અજાણ્યા મોટરસાયકલ ચોરી સમય પોતાનો કસાબ અજમાવી અજયભાઈની મોટરસાયકલનું લોક તોડી મોટરસાયકલ ચોરી કરી લઈ નાસી આ સંબંધે અજયભાઈ જોતીયાભાઈ ભુરીયાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટરસાયકલ ચોરીનો ત્રીજો બનાવ દાહોદ શહેરના સ્ટેશન રોડ ચુનાવાલાની ચાલ જવાના રસ્તા ખાતે બનવા પામ્યો હતો. જેમાં ગત તારીખ 23મી એપ્રિલના રોજ દાહોદ શહેરના ચુનાવાલાની ચાલ સ્ટેશન રોડ ખાતે રહેતા જાહીદખાન વાહિદખાન પઠાણે પોતાની મોટરસાયકલ પોતાના ઘરના આંગણે લોક મારી હતી. ત્યારે આ મોટરસાયકલને કોઈ અજાણ્યા ચોરી ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી મોટર સાયકલ લોક તોડી મોટરસાયકલની ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે જાહેદખાન વાહિદખાન પઠાણે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચોરી નો ચોથો બનાવ ઝાલોદ નગરમાં બનવા પામ્યો હતો. જેમાં નગરમાં આવેલ સરકારી દવાખાનાના પાર્કિંગમાં ગત તારીખ 24 એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના ગામડી ગામે તળાવ ફળિયામાં રહેતા સંજયભાઈ બચુભાઈ ડામોર પોતાના કબજાની ઇકો ફોરવીલર ગાડી લઈ ઝાલોદ સરકારી દવાખાના ખાતે આપ્યા હતા અને પોતાની ફોરવીલર ગાડી દવાખાનાના પાર્કિંગમાં લોક મારી પાર્ક કરી હતી. ત્યારે આ ઇકો ફોરવીલર ગાડીને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઇકો ફોરવીલર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે સંજયભાઈ બચુભાઈ ડામોર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.