દાહોદ, તારીખ 27મી એપ્રિલના રોજ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે વરાઈ ફળિયામાં રહેતા રાકેશભાઈ જયંતીભાઈ બામણીયા પોતાના કબજાની પાછળ ગામોમાં રહેતા 52 વર્ષીય ગનીબેન રાયમલભાઈ બામણીયાને મોટરસાયકલની પાછળ પાછળ બેસાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે અહંકારી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક મોટરસાયકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલની પાછળ બેઠેલ ગનીબેન મોટરસાયકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેઓને હાથે પગે તેમજ શરીર ગંભીર જીવણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે રાકેશભાઈ જયંતીભાઈ બામણીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત મોતનો બીજો બનાવ દેવગઢ બારીઆના કાળી ડુંગરી ગામે જોરા ફળિયામાં આવેલ નદીના પટ વિસ્તાર ખાતે બનવા પામ્યો હતો ગત તારીખ 25મી એપ્રિલના રોજ બનવા પામ્યો હતો. જેમાં દેવગઢ બારીઆના કાળી ડુંગરી ગામે ઝોરા ફળિયામાં રહેતા હિંમતભાઈ ઉર્ફે ઈસુ વિનોદભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ગામમાં આવેલ નદીના પટ વિસ્તારમાં ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરી લેતા આ સંબંધે વિનોદભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.