ઝાલોદ,ઝાલોદ રામસાગર તળાવ પાસે આવેલ બાળ ક્રીડાગણ જર્જરિત હાલતમાં ઝાલોદ નગરમાં બાળકોને રમવા માટે સાધનો થી સજ્જ એક જ બાળ ક્રીડાંગણ છે, તે પણ નગરપાલિકા દ્વારા વહીવટી અણઆવડતને લઈ ખંડેર અને ભંગાર હાલતમાં છે. ઉનાળુ વેકેશન પેહલા રજૂઆત કરવા છતાં કામના નામે મીંડું નગરના લોકો દ્વારા પણ વારંવાર આ ક્રીડાંગણને નવા રમતોના સાધનો સાથે સજ્જ કરવા લેખિત અને મૌખિક માંગણી કરવામાં આવેલ છે, પણ નગરમા જાડી ચામડીના વહીવટ કરતા અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન આ ક્રીડાંગણ પર આપવામાં આવેલ નથી. આ ક્રીડાંગણ બન્યા આસરે 40 વર્ષોથી વધુ થઈ ગયેલ છે, પણ નગરપાલિકા દ્વારા બાળકોના સાધનો એક વાર નાખ્યા બાદ બીજી વખત વખત જોયું પણ નથી તેવું લાગી રહેલ છે.
આ બાળ ક્રીડાંગણને ફરતે જે બોર્ડર બનાવેલ છે, તે પણ ગમે ત્યારે પડી જાય તેવી થઈ ગયેલ છે. પણ નગરપાલિકા આ અંગે કોઈ પણ જાતનું ધ્યાન આપી રહેલ નથી. બાળકોને વેકેશનમા રમવા લઈ જવું તો ક્યાં લઈ જવું તેવો પ્રશ્ર્ન બાળકોના વાલીઓને સતાવી રહેલ છે. બાળકોનુ આ બાળ ક્રીડાંગણને નવીનીકરણ તેમજ નવા રમતના સાધનો માટે વારંવાર કરેલ માંગણી અંગે જવાબદાર તંત્ર બિલકુલ લાપરવાહી વર્તી રહ્યું છે. તંત્ર કેમ આ બાળ ક્રીડાંગણનુ નવીનીકરણ કરી રહી નથી. આટલા વર્ષોમાં કેમ નવીનીકરણ માટે કોઈ પ્લાન બનાવવામાં નથી આવી રહ્યો આવો પ્રશ્ર્ન નગરજનોમાં ઉદ્દભવી રહેલ છે. જવાબદાર તંત્ર દ્વારા આ ક્રીડાંગણને નવીનીકરણ માટે કોઈ પ્લાન બનાવેલ છે કે નહીં…કે બાળકોએ બાળ ક્રીડાંગણ બહાર નગરપાલિકા દ્વારા તાળું મારેલું છે, તે જ જોતું રહેવાનું. નગરપાલિકા દ્વારા રમતના આ ગાર્ડનને તૂટેલું અને ભંગાર હાલત જોઈ કોઈ બાળક આ ક્રીડાંગણમા રમતા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતી રૂપે ખંભાતી તાળા મારેલ છે પણ તાળા માર્યા પછી હવે આ બાળ ક્રીડાંગણનુ નવીનીકરણ ક્યારે થશે, તે અંગે નગરજનો અંદરોઅંદર ચર્ચા કરતા જોવા મળે છે. નગરજનો આશા સેવી રહેલ છે કે રામસાગર પાસે આવેલ આ બાળ ક્રીડાંગણ જલ્દી થી આધુનિક રમતના સાઘનો સાથે બનાવી આપે તેવી આશા જવાબદાર તંત્ર પાસે રાખી રહેલ છે.