હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિ. કંપની, ગોબલેજ ખાતે મતદાન જાગૃતિ કેમ્પેઈન યોજાયો

  • 300થી વધુ કર્મચારીઓએ અચૂક મતદાન કરવાના શપથ લીધા અને સિગ્નેચર કેમ્પેઇનમાં જોડાયા.

નડિયાદ,લોકસભા સામાન્ય ચુંટણી 2024ને અન્વયે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત વધુમાં વધુ કામદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નડિયાદ, જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નડિયાદ અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, નડિયાદના સહયોગથી ઔદ્યોગિક વિસ્તારોમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા હતા.

જે અંતર્ગત ખેડા જીલ્લાના ગોબલેજ ખાતે આવેલા હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ગોબલેજમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા.

જે અંતર્ગત હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ઔધોગિક એકમનાં તમામ કર્મચારીઓને મતદાન કરવા શપથ લેવડાવવામાં આવી હતી. સિગ્નેચર કેમ્પેઈનનું પણ આયોજન કરવામાં કરવામાં આવ્યું. જેમાં અંદાજીત 300 થી વધુ કર્મચારીઓ દ્વારા લોકશાહીના મૂલ્યોની જાળવણી હેતુ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાનની પ્રેરણા આપવા માટેની શપથ લેવડાવવામાં આવી હતી. તેમજ સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત મતદાતાઓને સવેતન રજા આપવા વિશે ઔદ્યોગિક એકમોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ અવસરે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.એન. સબાસરા, જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, સ્વીપ કાર્યક્રમ અંતર્ગતના કર્મચારીઓ સહિત હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર ઉપરાંત તમામ કર્મચારીઓ/કામદારો હાજર રહ્યાં હતા.