મહુધા ખાતે ભવાઈ દ્વારા અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • ચુણેલ અને અલીણા ગામે લોક કલા ભવાઈ થકી મતદારોને મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી.
  • ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર વોટર સ્લીપ વિતરણ કરવામાં આવ્યું.

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 07 મેના રોજ મતદાન થનાર છે ત્યારે ખેડા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મહુધા તાલુકાના ચુણેલ અને અલીણા ગામે મતદાન જાગૃતિ માટે ભવાઈ દ્વારા મતદાન માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે જ ઢોલ નગારા સાથે મતદારોના ઘરે ડોર ટુ ડોર જઈ બૂથ લેવલ ઓફિસરઓ દ્વારા વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું અને ભવાઈ કલાકારો દ્વારા મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવી.

આ અનોખા પ્રકારના મતદાર જાગૃતિ કાર્યક્રમને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઢોલ નગારા સાથે વોટર સ્લીપ મળતા મતદારોએ વિશિષ્ટ ઉત્સાહ દર્શાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહુધા નાયબ મામલતદાર ઇન્ડિયનભાઈ, જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સબ સ્વીપ નોડલ, તલાટી મંત્રી, શાળા આચાર્યઓ, બૂથ લેવલ ઓફિસર, આંગણવાડી કાર્યકરો, ભવાઈ નાટક કલાકારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.