સંતરામપુર, સંતરામપુરમાં મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી અને લોકગીતના માધ્યમથી લોકોને મતદાન કરવા માટેનું અપીલ કરવામાં આવી. સંતરામપુર નગરમાં વહીવટી તંત્ર દ્વારા મામલતદાર પ્રાંત અધિકારી શિક્ષકો તમામ સરકારી કર્મચારી દ્વારા રેલી કાઢીને મતદાન કરવા માટેને સૂત્રચાર કરવામાં આવેલા હતા. દરેક વ્યક્તિએ મતદાન ફરજીયાત કરવું મત તમારો અધિકાર છે મતદાન અવશ્ય કરો. નગરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢીને સંતરામપુર જૈન મંદિર પાસે લોકગીતના માધ્યમથી મતદારોને જાગૃત કરવામાં આવેલા હતા. ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ છૂટે નહિ કોઈ મતદાતા એ ભારતનો ભાગ્ય વિધાતા આવા સૂત્ર લખીને મતદારોની જાગૃત કરવામાં આવેલા હતા. ઘરના દરેક પરિવારોએ ફરજીયાત મતદાન કરવું અને બીજાને મતદાન કરવાની અપીલ કરેલી મતદારોએ સાતમી તારીખના રોજ પહેલા મતદાન કરો પછી જલ્પાન કરો મત તમારો અધિકાર છે. આવા નારા સાથે વહીવટી તંત્ર દ્વારા સંતરામપુરના મામલતદાર પ્રાંત અધિકારી મોટી સંખ્યામાં કર્મચારી દ્વારા સૌથી મતદાન વધારે થાય તે માટેના સતત પ્રયાસો કરવામાં આવેલા હતા.