- શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાઇ ને કેસરિયો ખેસ ધારણ કર્યો.
- લોકસભાની ચૂંટણીના માહોલમાં તાલુકા કોંગ્રેસ સમિતિના નવીન પ્રમુખની તાત્કાલિક વરણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઇ.
શહેરા, શહેરા કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય કાર્યકરો ભાજપમાં જોડાતા તાલુકા કોંગ્રેસ સમિતિના નવીન પ્રમુખ તરીકે જે.બી. સોલંકીની વરણી કરાઈ હતી. જે.બી. સોલંકીને તાલુકા કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો મળતા કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કર્યો હતો.
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો જોવા મળવા સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા-ખરીનો જંગ જોવા મળી રહ્યો હતો. ત્યારે શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના અન્ય કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે.બી. સોલંકીની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે ઓળખાતા જે.બી. સોલંકીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે લોકસભાની ચૂંટણી દરમિયાન વરણી કરવામાં આવતા તેમના સમર્થકો તેમના ઘરે પહોંચી જઈને અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી જશવંતસિંહ સોલંકીને મળતા કાર્યકરોને સાથે રાખીને પ્રચાર શરૂ કરી દીધો હતો. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપને સફળતા મળી, જ્યારે બીજી તરફ કોંગ્રેસના પદાધિકારીઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટું નુકશાન પણ લોકસભાની ચૂંટણીમાં થશે તો નવાઈ નહી.